પોપ સિંગર દિલેર મહેંદી એ CM વિજય રૂપાણીને મળી એક સલાહ આપી

  • પોપ સિંગર દિલેર મહેંદી એ CM વિજય રૂપાણીને મળી એક સલાહ આપી

    Friday, June 7th, 2019

ભારતની દેશી ગાયને બચાવવા માટે દિલેર મહેંદી કામ કરી રહ્યા છે

તુન...તારારા. ફેમ પ્રખ્યાત પંજાબી ગાયક દિલેર મહેંદીએ આજે ગાંધીનગરની મુલાકાતે આવ્યાં હતા. બપોરે 12 વાગ્યેની આસપાસ તેઓ સીએમ બંગલે ગયા હતા, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તે મુલાકાત કરી હતી.

ત્યારબાદ તેઓ સ્વર્ણિમ સંકુલ 1માં આવ્યા હતા જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને તેઓ મળ્યા હતા. તેમની સાથે તેમના પત્ની તથા નાની પુત્રી પણ સાથે આવ્યા છે. તેઓ દિલ્હીથી સીધા ગાંધીનગર આધ્યા છે.

દલેર મહેંદી ગુજરાત સામાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ હું મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને વિજયની શુભકામના પાઠવવા માટે આવ્યો છું. તેમણે કહ્યું કે મે મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક નાની સલાહથી આપી છે. જેમાં ભારતની દેશી ગાયને બચાવવા માટે મારુ સપનું છે. આવી ગાયો સલામત રહે તે માટે રોજનું એક હજાર કિલોગ્રામ ઓર્ગેનિક ઘાસ પૂરું પાડવાની વ્યવસ્થા કરવાની મારી તૈયારી છે.

હું ગુજરાતમાં ગુજરાતી લોકો માટે જ આવ્યો છું મારા માટે નહીં. બધા સાથે મળીને ગુજરાતનું વધુ વિકાસ કરીએ. આવતીકાલે હિંમતનગરમાં સુરક્ષા સેતુનો એક શો છે. ગુજરાત પોલીસ દ્વારા આ શોનું આયોજન કરેલ છે જેનો મુખ્ય હેતુ પોલીસ અને પ્રજા વચ્ચે દોસ્તી વધારવા માટેનો છે.

બધા સાથે મળીને કામ કરે અને ગુજરાત અને ખૂબસૂરત બનાવે તેવી મારી ઇચ્છા છે. સચિવાલયમાં દિલેર મહેંદીને જોવા માટે લોકો ઉભા રહી ગયા હતા.

એટલું જ નહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યાલયમાં સ્ટાફના કર્મચારીઓએ દલેર મહેંદી સાથે ફોટો પાડવા માટે પડાપડી કરી મૂકી હતી જેમાં સલામતીના જવાનોએ પણ પોપ સિંગર સાથે ફોટા પડાવ્યાં હતા તો કેટલાકે તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.

Source By : Gujarat Samachar